યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા એક વર્ષના ટૂંકાગાળામાં વ્યાજ દરમાં પાંચ ટકા જેટલા વધારાનો ભોગ અમેરિકી બેંક બની છે.
અમેરિકાના એસવીબી ફાઈનાન્શિયલ ગુ્રપની સબસીડિયરી અને સિલિકોન વેલી સ્થિત સૌથી મોટી કમર્શિયલ બેંક સિલિકોન વેલી બેંક(એસવીબી)ને નિયમનકારોએ તાળા માર્યા છે, જેના પરિણામે અમેરિકાની બેંકિંગ સિસ્ટમ હચમચી ઉઠતાં ફરી વૈશ્વિક બજારોમાં ૨૦૦૮ની લેહમેન બ્રધર્સ જેવી કટોકટી સર્જાવાનો ભય ઊભો થયો છે.
આ ક્લોઝર ઓર્ડર કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટકશન એન્ડ ઇનોવેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. એસવીબી અમેરિકામાં ૧૬માં નંબરની સૌથી મોટી બેન્ક છે અને તેની એસેટ અંડર મેનેજમેન્ટ ૨૧૦ અબજ ડોલરઆ સાથે એસવીબી બેંકના શેરમાં ૬૦ ટકાનો કડાકો બોલાઈ જવાના પરિણામે અમેરિકાની ચાર મોટી બેંકોના શેરોના મૂલ્યમાં ૫૦ અબજ ડોલરનું મળીને વૈશ્વિક બેંક શેરોમાં કુલ ૮૦ અબજ ડોલર જેટલું જંગી ધોવાણ થયું હતું.
સિલિકોન વેલીમાં થાપણોની રીતે સૌથી મોટી ગણાતી આ એસવીબી બેંક તેના પોર્ટફોલિયોમાં થયેલા નુકશાન અને ફંડિંગમાં મંદી આવ્યા બાદ કંપની મૂડી ઊભી કરવા તરફ આગળ વધતાં એસવીબી ફાઈનાન્શિયલ ગુ્રપના બોન્ડસ અને તેના શેરોમાં કડાકો બોલાઈ જતાં કટોકટી સર્જાઈ છે. બેંકના શેરના ભાવમાં ૬૦ ટકાથી વધુ કડાકો બોલાઈ જવા સાથે બેંક શેરોમાં ૮૦ અબજ ડોલર જેટલું જંગી ધોવાઈ ગયું છે. જેથી કેટલાક નિષ્ણાંતો આ એસવીબી કટોકટીની તુલના લેહમેન બ્રધર્સ અને એવરગ્રાન્ડની લિક્વિડિટી કટોકટી સાથે કરવા લાગ્યા છે.
એસવીબીના ફાઈનાન્શ પ્રોફાઈલમાં ઓન-બેલેન્સ શીટ ડિપોઝિટ અને ઓફ-બેલેન્સ શીટ ક્લાયન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ છે. જેનું સરેરાશ ક્લાયન્ટ ફંડ વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં ૩૪૮ અબજ ડોલર જેટલું હતું. ગત વર્ષે ધિરાણદારોએ ૨૦૨૨ના બીજા અર્ધવાર્ષિકમાં તેની ફેડરલ હોમ લોન બેંકના બોરોઈંગમાં વધારો કર્યો હતો. જેના પરિણામે ફંડ્સ/ટેન્જિબલ બેંકિંગ એસેટ રેશિયો ૯.૧ ટકા થઈ ગયો હતો.
૩૧,ડિસેમ્બર ૨૦૨૨માં જ્યારે ઐતિહાસિક રીતે આ ગુણોત્તર ઘણો ઓછો હતો. બેંકનું ચોખ્ખું વ્યાજ માર્જિન(એનઆઈએમ) પણ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં ઘટીને ૨.૦ ટકા થઈ ગયું હતું.
બેંકે તેના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર નુકશાનને પગલે તેના ફંડને વધારવા માટે શેરોનું વેચાણ કરવાનું જાહેર કર્યું હતું.
જે ગઈકાલે આ કેલિફોર્નિયા સ્થિ એસવીબી ફાઈનાન્શિયલ ગુ્રપના સેરમાં ૨૦ ટકા કરતાં વધુ સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે બેંકની પેરેન્ટ કંપનીએ તેની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે પગલાં લીધા હતા. જેમાં સ્ટોક ઓફરિંગનો સમાવેશ હતો. એસવીબી ફાઈનાન્શિયલ જોતજોતામાં ૬૦ ટકા તૂટી ગયો હતો અને કંપનીએ ભંડોળ ઊભું કરવા માટે ૨૧ અબજ ડોલરની સિક્યોરિટીઝના વેચાણમાં ૧.૮ અબજ ડોલર ગુમાવ્યાનું અને શેરો તેમ જ ડેટમાં વધુ ૨.૨૫ અબજ ડોલર ઊભા કરશે એવું જાહેર કર્યા બાદ લાંબો સમય સુધી ટ્રેડીંગમાં સતત ધોવાણ થયું હતું.
.
કટોકટીની શરૂઆત કઈ રીતે થઈ ?
વર્ષ ૨૦૨૧માં એસવીબીની થાપણોમાં મોટાપાયે વધારો થયો હતો. જે વર્ષ ૨૦૧૯ના અંતે ૬૧.૭૬ અબજ ડોલરની તુલનાએ વધીને વર્ષ ૨૦૨૧ના અંતે ૧૮૯.૨૦ અબજ ડોલર થઈ ગયો હતો. જેમ જેમ થાપણો વધતી ગઈ તેમ, એસવીબી તેની લોન બુકમાં એટલી ઝડપથી વૃદ્વિ કરી શકી નહીં કે તે આ મૂડી પર જોઈએ એટલું આવક વળતર મેળવવા અસમર્થ રહી હતી. જેના કારણે બેંકે તેના હોલ્ડ-ટુ-મેચ્યોરિટી(એચટીએમ) પોર્ટફોલિયો માટે આ થાપણો સાથે મોર્ગેજ બેક્ડ સિક્યોરિટીઝ (એમબીએસ)માં મોટી રકમ(૮૦ અબજ ડોલરથી વધુ) ખરીદી હતી. જેમાંના લગભગ ૯૭ ટકા એમબીએસ ૧૦ વર્ષથી વધુના સમયગાળા માટે હતા. જેની સરેરાશ ઉપજ ૧.૫૬ ટકા હતું.
જો કે ફેડ રેટમાં વધારા સાથે એસવીબીનું એમબીએસ મૂલ્ય ઘટતું ગયું. જે રોકાણકારો હવે ૨.૫ ગણા વધુ ઉપજ પર ફેડ પાસેથી લાંબાગાળાના જોખમ મુક્ત બોન્ડ ખરીદી શકવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. યુ.એસ. ફેડના વ્યાજ દરો સાથે નીચા પે-આઉટ સાથેના વર્તમાન બોન્ડની કિંમતમાં ઘટાડો થતો જોવાયો હતો.
Tags
Ahmedabad