વડોદરા કોર્પોરેશનને 2017માં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં મિશન મિલિય ટ્રી અભિયાન હાથ ધર્યું હતું અને શહેરમાં 30 હજાર કોનોકાર્પસ વૃક્ષો રોપવામાં આવ્યા હતા 5 વર્ષ પછી ખબર પડી કે આ વૃક્ષ કોઈ ફાયદો નથી. કોનોકાર્પસનું વૃક્ષ કાયમી લીલુંછમ રહે છે પણ ઓક્સિજન આપતું નથી અને જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે જેના કારણે આ વૃક્ષો કાપી નાખવાની નોબત આવી છે.
વર્ષ 2017માં આ વૃક્ષો રોપ્યા હતા
તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવે શહેરના મોટાભાગના રોડ ડીવાઈડર પર કોનોકાર્પસ વૃક્ષો રોપાવીને શહેરને હરિયાળું કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે કોનોકાર્પસના કારણે જે હયાત વૃક્ષો હતા તે પણ બળી ગયા હતા જોકે એ વખતે શહેરને હરિયાળું બનાવવા 30 હજાર વૃક્ષો પાછળ 15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આજે કોર્પોરેશનમાં અણઘડ વહીવટના કારણે આ વૃક્ષો કાઢી નાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.
શું છે કોનોકાર્પસ વૃક્ષ
"કોનોકાર્પસ" એક એવું વૃક્ષ છે કે જેને ઉછેરવા થી શોભા તો વધે છે પરંતુ તેની સામે માનવજીવન પર આફત પણ આપોઆપ વધે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોનોકાર્પસ અન્ય વૃક્ષો કરતા બિલકુલ વિપરીત વૃક્ષ છે. આ વૃક્ષ ઓક્સિજન ના બદલે કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન કરીને વાતાવરણને ભારે હાનિ પહોંચાડે છે. એવું કહેવાય છે કે લીલાછમ દેખાતા આ રૂપાળા વૃક્ષ જમીનમાંથી એ હદે પાણી શોષે છે કે આસપાસના વૃક્ષો વગર પાણી એ બળી જાય છે અને નાશ પામે છે.
આ વૃક્ષ પર પક્ષીઓ માળો પણ નથી બાંધતા
"કોનોકાર્પસ" આજ ઘાતક લક્ષણોના કારણે અબોલ જીવો પણ આ વૃક્ષથી સો ફૂટ દૂર રેહવું પસંદ કરે છે. વૃક્ષો પર પોતાનું ઘર એટલે કે માળો બનાવતા પક્ષીઓ "કોનોકાર્પસ" નામના આ વિનાશક વૃક્ષ પણ બેસતા થરથર કાંપે છે. કોનોકાર્પસ આજ લક્ષણોને કારણે દુનિયાના અનેક દેશોમાં આ વૃક્ષના ઉછેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ 5-5 વર્ષ સુધી એક કરોડનો કોન્ટ્રાક્ટ આપીને આ વૃક્ષોને પાણી પીવડાવ્યું અને હવે આ વૃક્ષો કાઢી નાખવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબત માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે.
વડોદરા મહાનગરપાલિકાનું રાંડ્યા પછીનું ડાહપણ
ઘણાં દેશોમાં પ્રતિબંધિત કોનોકાર્પસ વૃક્ષ વડોદરા શહેરમાં પોતાની મોટી વસ્તી ધરાવે છે. શહેરના રાજમાર્ગો પર મોટી માત્રામાં દેખાતા આ વૃક્ષ જાતે નથી ઊગ્યા આ એક માનવ સર્જિત ભૂલ છે.તમે વડોદરા ના રાજમાર્ગો પરથી પસાર થતી વેળાએ ડિવાઈડર પર જે લીલાછમ વૃક્ષો જુઓ છો એ આજ ઘાતક "કોનોકાર્પસ" વૃક્ષ છે. વડોદરા મહાનગર પાલિકાના શાસકો એ વગર વિચારે શહેરમાં કોનોકાર્પસના વૃક્ષો વાવી તો દીધા પરંતુ આ વૃક્ષ ઓકસીજન તો નથી જ આપતું તેમજ પક્ષીઓ પણ અહી બેસવાનું પસંદ નથી કરતા ત્યારે આવા વૃક્ષો વાવીને જનતા ના નાણાં નો કોર્પોરેશને વ્યય કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને હવે જ્યારે ખબર પડી તો કોર્પોરેશને રાંડ્યા પછીનું ડાહપણ કરતા આ વૃક્ષો કાપી નાખવાનો નિર્ણય કર્યો છે.
Tags
Vadodara