ભારતીય સંચાર નિગમ લિમિટેડના યુઝર્સને ટૂંક સમયમાં 5G સર્વિસનું નવું અપડેટ મળવાનું છે. કેન્દ્રીય દૂરસંચાર અને રેલ મંત્રી અશ્વિણી વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું છે કે, સરકારની માલિકીવાળા બીએસએનએલની 4H આધારિત ટેકનોલોજીને આગામી 5થી 7 મહિનાની અંદર અપડેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશભરમાં કંપનીના 1.35 લાખ ટેલીકોમ ટાવરની સાથે તેની શરુઆત કરવામાં આવશે.
કોન્ફેડરેશન ઓફ ઈંડિયન ઈંડસ્ટ્રીના એક કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકારે દેશમાં નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ટેલીકોમ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડને 4 હજાર કરોડથી 5 હજાર કરોડ રૂપિયા કરવાનો પ્લાન બનાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં બીએસએનએલ ટેલીકોમ ક્ષેત્રે ખૂબ જ મજબૂત થશે.
આ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બીએસએનએલની પાસે દેશભરમાં હાલમાં 1 લાખ 35 હજાર ટાવર છે. ગ્રામિણ વિસ્તારમાં કંપની હાલમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. જ્યાં ખાનગી ટેલીકોમ કંપની પહોંચી શકી નથી. ત્યારે આવા સમયે આગામી 5થી 7 મહિનાની અંદર 4જીથી 5જી ટેકનોલોજીમાં અપડેટ કરવા પર ભાર આપશે, જેનો ફાયદો ગ્રામિણ વિસ્તારના લોકોને પણ થશે.
ટાટા કરશે બીએસએનએલની મદદ
દેશમાં બીએસએનએલની 5જી સેવાઓને આગળ વધારવા માટે TCSની મદદ લેવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીએસએનએલ પોતાની 5જી સેવાઓનું ટેસ્ટીંગ માટે ટાટાના ઉપકરણોની માગ કરી છે. આ ઉપકરણ મળ્યા બાદ જ કંપની દેશમાં પોતાની 5જી ટ્રાયલ શરુ કરશે. એવું કહેવાય છે કે, BSNLની 5G સેવાઓ એ વિસ્તારોમાં પહેલા આપવામાં આવશે, જ્યાં ખાનગી કંપનીના નેટવર્ક પહોંચ્યા નથી.
Tags
Ahmedabad