વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે.ખાસ કરીને આરોગ્ય વીમો. નોકરી કરતા કર્મચારીઓને કંપનીઓ કોર્પોરેટ આરોગ્ય વીમો આપતી હોય છે. પણ નિવૃત્ત થયા બાદ તેના લાભ મળતા નથી. આવી સ્થિતિમાં તમારો પોતાનો આરોગ્ય વીમો લેવો જરૂરી બની જાય છે. જોકે, મોટો પ્રશ્ન એ છે કે, વ્યક્તિગત આરોગ્ય વીમો લેવા માટે નિવૃત્તિ સુધી રાહ જોવી કે અત્યારે જ લઈ લેવો?
વીમો લેવા માટે આજેજ આ ફોર્મ ભરી દો.👉 Click Here
તાજેતરમાં 55 વર્ષના કર્મચારીને પણ આ જ પ્રશ્ન સતાવતો હતો. તેઓ આગામી 4-5 વર્ષમાં નિવૃત્ત થવાના છે અને તેમની પાસે પોતાનો આરોગ્ય વીમો નથી, પરંતુ હાલમાં તેઓને એમ્પ્લોયરના ગ્રુપ આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જેથી તેમણે થોડી રાહ જોવી જોઈએ અને નિવૃત્તિનો સમય આવે ત્યારે પોલિસી ખરીદવી જોઈએ કે અત્યારે જ લઈ લેવી જોઈએ તેવો પ્રશ્ન થાય છે.
આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે. આરોગ્ય વીમો શક્ય હોય તેટલી વહેલી તકે લઈ લેવો જોઈએ. આ વીમો લેવા માટે રાહ જોવાની જરૂર નથી. ઘણા કર્મચારીઓનું માનવું છે કે, તેઓ નોકરી કરતા હોય ત્યાં સુધી કંપની દ્વારા પૂરું પાડવામાં આવેલું મેડિકલ કવરેજ તેમના માટે પૂરતું છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી. માત્ર એમ્પ્લોયર હેલ્થ ઈન્શ્યોરન્સ પૂરતો નથી. આવો વીમો હોવો સારી વાત છે. તમારે ક્લેમ કરવો હોય તો તમારે પહેલા તમારા એમ્પ્લોયરના કવરેજનો ઉપયોગ કરવો જોઈએ. પણ તેમ છતાં તમારો વ્યક્તિગત વીમો પણ હોવો જોઈએ.
નિવૃત્તિની નજીક આવી રહેલા લોકો માટે જેમ બને તેમ જલ્દી આરોગ્ય વીમો ખરીદવાનું અન્ય મોટું કારણ એ છે કે, થોડા વર્ષોમાં તમે વીમો ખરીદવાનું નક્કી કરો અને તમને કેટલીક નવી આરોગ્ય સમસ્યાઓ હોય ત્યારે વીમાદાતા તમને આવરી લેવા તૈયાર ન પણ હોય તેવું બની શકે છે.
એવું પણ બને કે તમને અગાઉથી હોય તેવી આરોગ્ય સમસ્યાઓ વાઈટિંગ પીરીયડની કલમ હેઠળ આવશે. તેથી જો તમે નિવૃત્તિના થોડા વર્ષો પહેલા કોઈ પોલિસી ખરીદો તો પછી તમે સરળતાથી વેઇટિંગ પીરિયડ પૂરો કરી શકો છો. આ પીરીયડ દરમિયાન તમને કોર્પોરેટ વીમાનું કવર પણ મળતું હોય છે. તમે નિવૃત્ત થઈ જાવ પછી તમારા વ્યક્તિગત આરોગ્ય વીમમાં અગાઉથી અસ્તિત્વ ધરાવતી બીમારીઓ માટે કોઈ વેઇટિંગ પીરીયડ રહેશે નહીં. પરિણામે તમારા જીવનના ઉત્તરાર્ધમાં બીમારીને આવરી લેવા માટે (જો જરૂર જણાય તો) વીમાનો ઉપયોગ કરી શકાશે.
તેથી તમારી ઉંમર થોડી નાની હોય અને તંદુરસ્ત હોવ ત્યારે વીમો વહેલો ખરીદવો વધુ સારું છે. ત્યારબાદ રીન્યુ કરવામાં પણ કોઈ મુશ્કેલી નહીં આવે. આ ઉપરાંત તમે વીમા કંપની સાથે તમારો ક્લેમ-ફ્રી ટ્રેક રેકોર્ડ પણ બનાવી શકશો. ક્લેમ સેટલમેન્ટની વાત આવે ત્યારે વીમા કંપની સાથે તમારો વર્ષો જૂનો સંબંધ પણ મદદરૂપ થાય છે.
તમે તમારા 40 અથવા 50 વર્ષની આસપાસ હોવ ત્યારે શક્ય તેટલી વહેલી તકે કવર ખરીદવાનું બીજું કારણ પણ છે. ઘણી વખત એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા કવરેજ માત્ર 3-5 લાખ રૂપિયા જેવા નાના હોય છે. અત્યારે સારવાર પાછળના ખર્ચ વધી રહ્યા છે. ત્યારે આટલી રકમ પૂરતી નથી. આમ તો બધા માટે ખર્ચ અલગ અલગ હોય છે. પણ ઓછામાં ઓછું 15-20 લાખ રૂપિયાનું કવરેજ હોવું જરૂરી છે. તમારું કોર્પોરેટ કવર ઓછું હોય ત્યારે તમે ભલે નિવૃત્તિની નજીક હોવ કે ન હોવ, તમારે પોતાનું કવર લઈ લેવું જોઈએ.
જો શક્ય હોય તો, નિવૃતિની નજીક રહેલા કર્મચારીઓ પાસે એક અલગ તબીબી આકસ્મિક ફંડ પણ હોવું જોઈએ. ઉંમરમાં વધારો થવાની સાથે માત્ર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ જ નથી આવતો. હોસ્પિટલમાં દાખલ થવું એ ઓછી સંભાવનાની ઘટના છે. તેની જગ્યાએ વૃદ્ધોને નિયમિત, હેલ્થ કેર ખર્ચ પાછળ નાણાં ખર્ચવાની જરૂર હોય છે. જીવનશૈલી અને ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે જેવા લાંબા ગાળાના રોગ પાછળ દવાઓ, નિદાન અને નિયમિત કન્સલ્ટન્સી ખર્ચ વધુ હોય શકે છે. મોટી સમસ્યા એ છે કે આરોગ્ય વીમો આવા હોસ્પિટલની બહારના ખર્ચને આવરી લેતો નથી. આવી પરિસ્થિતિ માટે તબીબી આકસ્મિક ભંડોળ રાખવાની ભલામણ કરવામાં આવે છે. જો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ તમારા આરોગ્ય વીમા કવરેજથી વધુ હોય તો તે બફર તરીકે પણ કામમાં આવશે. તેથી જેમ ઉપર કહ્યું એમ વીમા પાછળના નાના ખર્ચની ચિંતા ન કરો. નિવૃત્તિની નજીક હોવ ત્યારે બને તેટલી વહેલી તકે પોતાની પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ (અથવા ફેમિલી ફ્લોટર) લઈ લો.
Tags
Health