રાતોરાત બન્યા વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન, ઇલોન મસ્કને પછાડ્યા; જાણો કોણ છે બર્નાર્ડ આર્નોલ્ટ?

ફોર્બ્સએ દુનિયાના ધનાઢયોની યાદી બહાર પાડી છે જેમાં ફ્રાંસના અબજોપતિ બર્નાડ અર્નોલ્ટ એલન મસ્કને પાછળ રાખીને વિશ્વના સૌથી ધનાઢય બન્યા છે. જો કે બંને અબજોપતિએ વચ્ચે ખાસ અંતર નથી આથી નજીકના ભવિષ્યમાં ફેરફાર થઇ શકે છે. તો પણ એટલું ચોકકસ છે કે ઘણા સમયથી સૌથી ધનાઢયનો તાજ પહેરીને બેઠેલા સ્ટારલિંક અને ટેસ્લાના માલિક એલન મસ્કનો તાજ ઉતરી ગયો છે.

એલન મસ્કની નેટવર્થ ૧૮૧.૩ અબજ ડોલર રહી છે. બર્નાડ તેમના કરતા ૫.૨ અબજ ડોલર વધારે સંપતિ ધરાવે છે. ૨૦૨૧થી મસ્કએ એમેઝોનના જેબ બેજોસને પાછળ રાખીને સૌથી ધનાઢયનું સ્થાન મેળવ્યું હતું. બેજોસની નેટવર્થમાં સતત ઘટાડો થતા ૧૧૩.૮ અબજ ડોલર રહી છે. આથી નંબર વનની દોડમાં તે ચોથા ક્રમે છે. બેજોસને ભારતીય ઉધોગપતિ ગૌતમ અદાણીએ પાછળ રાખ્યા હતા. ગૌતમ અદાણીની નેટવર્થ ૧૩૪.૬ અબજ ડોલર જેટલી છે.રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ૯૨.૮ અબજ ડોલર સાથે આઠમું સ્થાન ધરાવે છે.

નંબર વન પર પહોંચેલા ધનાઢય બર્નાડ એર્નોલ્ટ દુનિયાની સૌથી મોટી લકઝરી ગુડઝ કંપની LVMH Moet Hennessy ના સીઇઓ છે. અરનોલ્ટ પરીવાર તેમાં ૪૭.૫ ટકા ભાગીદારી ધરાવે છે. આ લકઝરી હાઉસ પાસે ૭૦ થી વધુ બ્રાંડ છે. બર્નેાડે ૧૯૮૪માં લકઝરી ગુડસ માર્કેટમાં ઝંપલાવ્યું હતું. તેમણે એક ટેકસટાઇલ ગુ્પનું હસ્તગત કર્યુ હતું જેમાં ક્રિસ્ચિયન ડીયોરનો પણ સમાવેશ થતો હતો

એક સાથે ૯ હજાર કર્મચારીઓની છટણી કરતા ટર્મીનેટર નામ પડયું હતું.ચાર વર્ષ પછી કંપની વેચી દીધીને એલવીએમએચનો કંટ્રોલિંગ સ્ટેક ખરીદયા હતા. તેમના આર્ટ કલેકશનમાં મોર્ડન અને કન્ટેપરરી પેટિંગ્સ જેમાં પિકાસ અને વારહોલનું પેઇન્ટિંગ પણ સામેલ છે. એક સમયે અમેરિકાની જવેલરી કંપની ટિફની એન્ડ કંપની ૧૫.૮ અબજ ડોલરમાં અધિગ્રહણ કરી હતી. ટિફની કંપનીની સ્થાપના ૧૮૩૭માં થઇ હતી.

બર્નાડનો જન્મ ૫ માર્ચ ૧૯૪૯માં ફ્રાંસના રોબેકસમાં થયો હતો. તેમનું પુરું નામ બર્નાડ જીન એટીએન્ન અરનોલ્ટ છે. પિતા જીન લિયોન અરનોલ્ટ મેન્યુફેકચરર હતા. બર્નાડ શરુઆતમાં રૌબેકસમાં ભણ્યા. લાઇસ મકસેન્સ વાંડર મર્ચ યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ થયા. ૧૯૭૧માં પેરિસની ઇકોલ પોલીટેકનિક પસલેઉમાંથી એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

અભ્યાસ પછી પિતાની સિવિલ એન્જીનિયરિંગ કંપની ફેરેટ સેવિનેલમાં જોડાયા.કંપનીમાં કેટલાક ફેરફાર કરવાની પિતાને સલાહ આપીને કંપની ઝડપથી આગેકૂચ કરવા લાગી હતી. ૧૯૭૬માં બર્નાર્ડના જ પ્રયત્નોથી પિતાની કંપનીને ૪૦ મિલિયન ડોલરનો ફાયદો થયો હતો. પુત્રના ગુણોને પિતાએ પારખી લીધા અને રિયલ એસ્ટેટ કંપની ફેરિનલ બનાવી હતી. ૧૯૮૧માં ફ્રાંસમાં સત્તા પરીવર્તન થતા ફેન્ચ સોશિયાલિસ્ટ સત્તા પર આવી હતી. સરકારે અરનોલ્ટ ફેમિલીને ફ્રાંસમાંથી દેશ નિકાલ આપ્યો હતો. દેશ નિકાલ પછી પરીવારના સભ્યો અમેરિકા સ્થાઇ થયા.

એક વાર બર્નાડને કોઇ કામથી કેબમાં બેસીને બહાર જવાની ફરજ પડી. જયાં જવાનું હતું તે સ્થળ અંગે ખાસ જાણકારી ન હતી. કેબ ડ્રાઇવરને ખ્યાલ આવી ગયો કે માણસ અમેરિકાથી ખાસ પરીચિત નથી. કેબ ડ્રાઇવરે પુછયું કે તમે અહીંના નથી જણાતા. બંને વચ્ચે સહજ સંવાદ ચાલ્યા જેમાં બર્નાડે કહયું કે હા હું ફ્રાંસનો છું. બર્નાડે કેબ ડ્રાઇવરને પુછયું કે ફ્રાંસ વિશે તું શું જાણે છે ?

કેબ ડ્રાઇવરે કબૂલાત કરી કે ફ્રાંસ અંગે ખાસ જાણતો નથી પરંતુ ક્રિસ્ટીયાન ડિયોરનું નામ સાંભળ્યું છે. બર્નાડના મગજમાં એક વાત ઘર કરી ગઇ કે ફ્રાંસની ઓળખ તો ફેશન પ્રોડકટ છે. રાજકીય પરીસ્થિતિ બદલાતા ૧૯૮૩માં પરીવાર સાથે પાછા ફર્યા હતા. આ ક્રિસ્ટિયન ડિયોર તેમને ખરીદેલી બાઉસેક કંપનીની જ એક બ્રાંડ હતી.

Post a Comment

Previous Post Next Post