દરેક ગુજરાતી (Gujarati)ને વ્યાપાર ધંધો કરતા ખુબ જ સારી રીતે આવડતું હોય છે. દરેક ગુજરાતીઓમાં મૂડીથી શરૂ કરાયેલા વ્યવસાયને વિસ્તારવાની અને તેને એક વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યમાં પરિવર્તિત કરવાની મોટી શક્તિ છે. ત્યારે હાલ આવા જ એક સમાચાર મળી આવ્યા છે. આમ તો ડાયમંડ(Diamond) અને જ્વેલરી(Jewelry) ક્ષેત્રે ગુજરાતીઓએ વર્ષોથી દબદબો જમાવ્યો છે.
ત્યારે હાલ અમરેલી જિલ્લાના એક વ્યક્તિએ આફ્રિકા (Africa)માં સોનાની ખાણ ખરીદી છે.
અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ખંભાળિયાના વતની યુવા ઉદ્યોગસાહસિક પ્રદીપભાઈ રામજીભાઈ ગોંડલિયા સહિત ગુજરાતીઓએ વર્ષોથી ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રે પણ દબદબો જમાવ્યો છે. પ્રદીપભાઈ ગોંડલિયા સોના અને ઝવેરાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ વર્ષોથી ઝવેરાત અને સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પ્રદીપભાઈએ આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
અમિતાભ બચ્ચનનો એક ફેમસ ડાયલોગ છે કે હમ જહા ઉઘાડે હો ખડે હૈ, લાઈન વહા સે શુરુ હોતી હૈ. પ્રદીપભાઈએ પણ સોના અને ઝવેરાતના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવ્યા બાદ ઉપરોક્ત વાક્ય સાબિત કર્યું છે. જાણવા મળ્યું છે કે, પ્રદીપભાઈએ આફ્રિકામાં સોનાની આખી ખાણો ખરીદી છે. જેની તેમણે અનોખી રીતે ઉજવણી પણ કરી હતી.
સોનાની આખી ખાણો ખરીદી તેની ખુશીમાં પ્રદીપભાઈએ વરાછા રોડ ખાતે દીપ અન્નક્ષેત્રથી ગરીબો અને મજૂરોને ગુંદી, ગાઠીયા તેમજ ખમણનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પરિવારના સભ્યો શ્રીમતી શ્વેતાબેન પ્રદીપભાઈ ગોંડલીયા, પુત્ર કુંજ ગોંડલીયા, પુત્રી કેના ગોંડલીયા, શિક્ષણશાસ્ત્રી મનુભાઈ ગોંડલીયા, હેમ વિઠ્ઠલભાઈ ગોંડલીયા, વિઠ્ઠલભાઈ પોપટભાઈ ગોંડલીયા અને અરવિંદભાઈ લવજીભાઈ અકબરીએ પણ આ સેવામાં સહયોગ આપ્યો હતો.
Tags
Amreli