*ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે ❓*
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે (કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે છે). ગઈકાલે જ ABP-CVoterનો સર્વે આવ્યો એમાં ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો પર જીતતી દેખાડવામાં આવી છે.
હવે એક નજર નીચેના આંકડાઓ પર નાંખો
2002માં ભાજપને 127 બેઠકો મળી હતી. ગોધરા કાંડને કારણે઼.
2007માં ભાજપને 117 બેઠકો મળી હતી.
2012માં ભાજપને 115 બેઠકો મળી હતી.
2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.
આમ, 2002થી લઈને આજ સુધી ભાજપની બેઠકમાં સતત ઘટાડો જ થયો છે. ભલે પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોય, આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય. (નોંધ 2017ની ચૂંટણીમાં પણ ડબલ એન્જિન સરકાર હતી હોં ).
અત્યારે ચેનલવાળા ભાજપની 140 બેઠક દેખાડે છે તો છેલ્લા 5 વર્ષમાં એવું તે શું કર્યું છે આ સરકારે જે નરેન્દ્ર મોદી, આનંદીબેન કે વિજયભાઈ કરતા પણ વધારે બેઠક આવી જશે. તો આવો તમને 5 વર્ષમાં ભાજપના કામો (કાંડો) ની ગણતરી કરાવી દઉ..
*આ વાયબ્રંટ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી શું થાય છે..*
🎯 કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં ગોડાઉન સળગે છે
🎯 મંત્રીનો દિકરો લેડી કોન્સ્ટેબલ સાથે દાદાગીરી કરે છે
🎯 માથાભારે તત્વો મેહુલ બોઘરાનું માથુ ફોડે છે
🎯 20થી વધુ ભૂલકાઓ તંત્રના પાપે તક્ષશીલામાં ભડથુ થઈ જાય છે
🎯 જેનો દિકરો 27 કાપલી સાથે ચોરી કરતા પકડાય એના બાપને શિક્ષણ ખાતુ અપાય છે
🎯 નેતાઓ સરકારી દવાખાને સારવાર લેતા ડરે છે
🎯 રેમડિસિવિર ઇન્જેક્શનનો વેપાર થયો
🎯 કોરોના કાળમાં તંત્રના પાપે લાશોનો ઢગલો થયો
🎯 સરકારી પૂલ 7 દિવસમાં ધ્વસ્ત થઈ જાય છે
🎯 નહેરો ઉંદરડાઓ તોડી જાય છે
🎯 ગૌચર ઉદ્યોગપતિઓ ખાઈ જાય છે
🎯 કરોડોનું ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે
🎯 ઝેરી શરાબનો વેપલો થાય છે
🎯 પાકવીમાથી માત્ર કંપનીઓને ફાયદો થાય છે
🎯 જમીન સર્વેના નામથી ભાઈ ભાઈને લડાવાય છે
🎯 ટ્રાફિક નિયમના નામે રીતસર ઉઘરાણાં થાય છે
🎯 શિક્ષણનો બિઝનેસ થાય છે
🎯 તબીબી સારવાર માટે લાખો રૂપિયા પડાવાય છે
🎯 FIR માત્ર ખેસ પહેરનારની જ લેવાય છે
🎯 20 લાખમાં તૈયાર થતા બંધારા - ચેકડેમ માટે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે
🎯 સરકારનો , તાનાશાહોનો વિરોધ કરનારને ધમકાવાય કે ખરીદાય છે
🎯 દિવસ રાત મહેનત કરતા વિદ્યાર્થીઓના નસીબરૂપી પેપર ફૂટી જાય છે (22 ફૂટ્યા પણ હજુ માસ્ટમાઇન્ડ ઝડપાયો નથી)
🎯 સરકારી નોકરીઓ મેળવવાનાં ભાવ બોલાય છે
🎯 "ખેડૂતો પોતાના પાપે દુખી થાય છે" એવું કહેવાય છે
🎯 અન્યાય સામે બોલનારા સામે IT સેલ ખુલ્લુ છોડી દેવાય છે
🎯 રસ્તાઓ પર ચાલતા કમરના મણકા તૂટી જાય છે
🎯 મોરબીના પુલ દુર્ઘટનામાં 135 લાશો પડી હોય તો પણ હોસ્પિટલમાં મોદીનાં સ્વાગત માટે રંગરોગાન અને ઉત્સવો થાય છે
🎯 ચિતાને આગ આપ્યા પહેલા સભાઓ ગજવાય છે
🎯 ગમે એવા કાંડ કરે તો પણ મળતિયા છૂટી જાય છે
🎯 અપરાધીઓ ભાજપાનો ખેસ પહેરે તો નિર્દોષ બની જાય છે
🎯 ભાજપના પૂર્વ ધારાસભ્યોનાં કૌભાંડની સીડીઓ આવે છે અને ખૂની ખેલ ખેલાય છે
🎯 શિક્ષણ અને આરોગ્યની સુવિધાની ઘોર ખોદાઈ ગઈ
🎯 ચોમાસામાં રસ્તાઓ પર દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા
🎯 સરકારી એજન્સીઓમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ
🎯 વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ
🎯 રોડ પર સેંકડો ભૂવા પડ્યા
🎯 લોકોએ આધાર, મા કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈન અને ધક્કા ખાવા પડે.
🎯 માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ ન મળે
🎯 પેટ્રોલ, ડિઝલ અને ગેસનો ભાવ આસમાને
🎯 મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી
👉 ભાજપના ગુંડાઓની દાદાગીરી
ભાજપના બધા સ્થાનિક નેતાઓ કરોડપતિ બની ગયા અને કાર્યકરો ગાભા મારતા રહી ગયા.
👉 મોટાભાગના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવીને મેવા ખાતા થઈ ગયા અને મૂળ ભાજપીઓ બધાની ચરણચંપી કરતા થઈ ગયા.
👉 ભાઉ 107ની દાદાગીરી વધી ગઈ
👉 ભાજપની અંદર આંતરિક અસંતોષ વધી ગયો.
આટલુ થયું છતા ગઈ વખત કરતા વધારે સીટ આવતી દેખાડવામાં આવે છે. કારણ કે, માનસિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ છે. ખોટા ભરમાતા નહી આ વખતે ભાજપ જાય છે કારણ કે,
🌱 પોલિસકર્મીઓ ભાજપથી નારાજ છે
🌱 તમામ સરકારી કર્મચારીઓ નારાજ છે
🌱 આંગણવાડી બહેનો નારાજ છે
🌱 ખેડૂતોમાં ખુબ રોષ છે
🌱 આશા વર્કર બહેનો અને શિક્ષકો નારાજ છે
🌱 VCE ઓપરેટર્સ નારાજ છે
🌱 સરકારી નોકરીની તૈયારી કરતાં 40 લાખ યુવાનો નારાજ છે
🌱 નાના વેપારીઓ ખુબ નારાજ છે
🌱 આરોગ્યકર્મીઓ નારાજ છે
🌱 પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટર્સ અને રિક્ષા ડ્રાઇવર્સ નારાજ છે
🌱 મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ નારાજ છે
ખુશ માત્ર અમીર લોકો છે જેને કશો ફર્ક નથી પડતો
એટલે મીડિયાના ભ્રમિત પ્રચારમાં ન આવતા. મીડિયાનું કામ જ ભાજપને જીતાડવાનું છે. એનાં જ એને પૈસા મળે છે. અને હા આ લખનાર પણ લાંબો સમય મીડિયામાં કામ કરી ચુક્યો છે એટલે અંદરની વાત જાણે છે એટલે સાચી વાત આપ સૌને જણાવે છે. 🙏🌹🙏
Tags
Ahmedabad