ગાયની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું

ગીર નજીક જંગલમાં બે સાવજો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં ગાયે મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા. જે વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 ગાયે મોત સામે લડી ડાલામથ્થાને ભગાડ્યા
ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પરંતુ તેમ હોવા છતાં ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર મોત સામે લડી બે સિંહોને ભગાડ્યા હતા. આ જોતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવે. જેમાં એક ચૈદ વરસની બાળકી સિંહને દોડાવી રહી છે. મેધાણીએ તેનું વર્ણન જે રીતે કર્યુ તે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યાં હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓના આટાફેરા સામાન્ય બની ગયા છે. તેઓ સહેલાઇથી શિકાર પણ મેળવી લેતા હોય છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરે છે. બાદમાં ગાય પીઠ પર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત કરી મહામુસીબતે ઉભી થઇ હતી. અને સિંહોની પાછળ દોટ મુકતા બન્ને સિહોને ઉભી પુચડીએ ભગાડ્યા હતા. આવી ઘટના ક્યારેક જોવા મળતી હોય છે. જે વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Post a Comment

Previous Post Next Post