એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. દુબઈ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા બાદ કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, ફ્લાઈટ નંબર B737-800 કાલિકટથી આવી હતી. કાર્ગો હોલ્ડમાં સાપ હોવાની જાણ થતાં વિમાનમાં સવાર તમામ મુસાફરોને સૌપ્રથમ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ એરક્રાફ્ટને ગ્રાઉન્ડ સ્ટાફને સોંપવામાં આવ્યું જેથી તેઓ તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકે.
Tags
Ahmedabad