પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોલમાં બોમ્બ વિસ્ફોટ; 1નું મોત, 7 ઘાયલ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારે એક શોપિંગ મૉલમાં થયેલા બોંબ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે.

અધિકારીએ કહ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે સાત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાયા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પુરાવા મળ્યા છે કે અવારન જિલ્લામાં આતંકવાદી હુમલામાં રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડીનો ઉપયોગ કરાયો હતો.

આતંકવાદી હુમલા અને હિંસાનું કેન્દ્ર બન્યું બલુચિસ્તાન

બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર અબ્દુલ કુદદુસ બિજેન્જોએ એક નિવેદનમાં આ ઘટનાની નિંદા કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. આ વર્ષે બલુચિસ્તાન નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ અને સાથે જ અન્ય પ્રાંતોના શ્રમિકો વિરૂદ્ધ ઘણા આતંકવાદી હુમલા અને હિંસાનું કેન્દ્ર રહ્યું છે.

ગત મહિને 19 શંકાસ્પદ આતંકીઓ ઠાર કરાયા

ગત મહિને પ્રાંતના હોશબ અને કોહલુ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ચલાવાયેલા બે અભિયાનમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ બલૂચ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા 19 શંકાસ્પદ આતંકવાદીઓ ઠાર કરાયા હતા.

Post a Comment

Previous Post Next Post