ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ચુક્યું છે. પૂરતા પોલીસના બંદોબસ્ત વચ્ચે લોકોએ મતદાન શરુ કરી દીધું છે ત્યારે ઘણા દિગ્ગજ નેતાઓ પણ મતદાન મથકે પહોચીને પોતાનો વોટ નાખવા માટે પહોચી ચુક્યા હતા.
અનોખું વિરોધ પ્રદર્શન
અમરેલીમાં આજે વોટીંગ બુથ પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અનોખી રીતે મતદાન કરવા માટે પહોચ્યા હતા. તેઓ મતદાન બુથ સુધી સાયકલ લઈને પહોચ્યા હતા. સાથે જ આ સાયકલ પાછળ ગેસનો બાટલો મુક્યો હતો. તેઓ મોંઘવારી સામે વિરોધ કરવા માટે આ પ્રદર્શન કર્યું હતું.