રાજકીય પાર્ટીઓએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેતાઓ દિલ્હીથી ગુજરાત તરફ આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, બાદ આજે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે.
આજે તા.11મી સપ્ટેમ્બરે સાંજે 7.00 વાગ્યે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને રાત્રી રોકાણ અમદાવાદમાં કરશે. આજે રાત્રે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
રાજકીય પાર્ટીઓએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેતાઓ દિલ્હીથી ગુજરાત તરફ આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, બાદ આજે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે
આવતી કાલે 12મીએ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ઓટો રિક્ષા ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે, અને રીક્ષા ચાલકોને પડતી સમસ્યા સાંભળી તેમના પ્રશ્નો જાણી તેમની સાથે ચર્ચા કરશે અને જો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે તો રીક્ષા ચાલકો માટે સરકારની ભૂમિકા કેવી રહેશે તે અંગે પણ જાહેરાત કરી શકે છે, ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે, અહીં પણ વેપારીઓના પ્રશ્નો જાણી સરકાર બને તો કઈ રીતે તે પ્રશ્નોનું નિરાકરણ આવશે તે અંગે વેપારીઓને જાણકારી આપશે. સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને એડવોકેટના પ્રશ્નો જાણી તે અંગે ચર્ચા કરશે.
કેજરીવાલ તા.13મીની સવારે આપના નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને એ જ દરમિયાન નવા કાર્યકરો-નેતાઓને પાર્ટીનો ખેંસ પહેરાવી આપમાં વિધિવત જોડશે. બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે. અને ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગ્યે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે. તેમ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી અને પ્રવકતા અજીત લોખિલે જણાવ્યું છે.
Tags
Rajkot