કોલકાતામાંથી પકડાયેલા 274 કરોડના હેરોઇન કેસમાં ભુજથી બેની અટકાયત




હેરોઇન પ્રકરણમાં નવો વળાંક
15 શંકાસ્પદ કન્ટેનરો સેન્ટ્રલ એજન્સીઓએ સર્ચ કર્યા
સાત શંકાસ્પદોની સંડોવણી ખૂલતા ગુજરાતના પોર્ટ અને દરિયાઇ સીમા પર હાઈએલર્ટ
દુબઇથી દરિયાઇ માર્ગે આવેલા જહાજમાંથી કોલક્તાના સીએફએસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા કન્ટેનરમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઇની ટીમે જોઇન્ટ ઓપરેશન પાર પાડીને 274 કરોડનું હેરોઇન જપ્ત કર્યું હતું.


આ કેસની તપાસ ચાલુ રાખવામા આવતા ભૂજના બે શખસોની અટકાયત કરીને પુછપરછ કરાઇ રહી છે. ગુજરાતના પોર્ટ પર આવેલા 15 શંકાસ્પદ કન્ટેનરોમા સર્ચ ઓપરેશન હાથ ધરીને કચ્છ બોર્ડ પોર્ટ અને ગુજરાતના દરિયા કિનારો હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. દુુબઇના જેબર અલી પોર્ટ પરથી દરિયાઈ માર્ગે નીકળેલા કન્ટેનરમાંથી ગિયર બોક્સની અંદરના ભાગમા પ્લાસ્ટિક પેક કરીને સંતાડવામાં આવ્યું હતું. કોલકાતા પોર્ટ સેન્ચ્યુરી ફ્રેટ સ્ટેશન (સીઓફએસ) જે.જે. ખાતેથી પરથી હેરોઇન જપ્ત કરી વધુ તપાસ કરાતા 15 કન્ટેનરો શંકાસ્પદ નીક્ળ્યા છે. દુબઈથી જે જહાજ કોલકાતા આવ્યું હતું તેમાં ડ્રગ્સના કન્ટેનર સહિત 15 માલવાહક કન્ટેનરો હતા. કચ્છ બોર્ડ પરના પોર્ટ અને દરિયાઇ સીમા પર કસ્ટમ, DRI, NIA, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ દ્વારા હાઈ એલર્ટ આપીને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. ડ્ગ્સ પ્રકરણમાં બે શખસોની પૂછપરછ કરાઇ છે, જેમાં એક શખસ ટ્રાવેલ એજન્સી અને બીજો શખ્સ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતો હોવાનું બહાર આવ્યું છે. સાત શખસો સેન્ટ્રલ એજન્સીઓના રડારમા છે જ્યારે દુબઈના બે શખસો પણ શંકાના દાયરામા હોવાથી દુબઈ ઓથોરિટીને પણ એલર્ટ કરાઇ છે. જપ્ત કરાયેલું હેરાઇન ઉત્તર ભારતના રાજ્યોમા સપ્લાય કરવાનું હતું તેના માટે ટ્રાન્સપોર્ટરોને તૈયાર કરાયા હતા. માલની ડિલીવરી મળી જાય એટલે પેમેન્ટ હવાલાથી ચૂકવવાનુ નક્કી થયું હતું.

Post a Comment

Previous Post Next Post