આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે


રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે.

રાજ્યમાં વરસાદની ઝડપ ભલે મંદ પડી હોય પણ વરસાદનો ધમધોકાર ત્રીજો રાઉન્ડ શરુ થવાની તૈયારીમાં છે. તો આ તરફ જુલાઈ મહિનામાં પડેલો વરસાદ આ પહેલા જ 50 વર્ષ જુનો રેકોર્ડ તોડી ચુક્યો છે. રાજ્યમાં વરસાદની શરુઆત ભલે મંદ રહી પરંતું ત્યારબાદ તેણે ધમધોકાર મહેર કરી સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે.


મેઘમહેરથી રાજ્યમાં અત્યર સુધી વરસાદનો 70 ટકા વરસાદ પડી ચુક્યો છે પરંતું હજી પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ બાકી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, આ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા વરસાદે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82, સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે.

રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. પરંતુ સામાન્ય વરસાદથી સહેજ પણ વધુ વરસાદની સંભાવના નથી. આ દરમિયાન અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. રાજ્યમાં 4 દિવસ છૂટોછવાયો અને હળવો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યભરમાં મોટાભાગે આકાશ ખુલ્લું રહેશે.. જોકે, અંબાલાલ પટેલે બીજી ઓગસ્ટથી વરસાદના ત્રીજા રાઉન્ડનું અનુમાન લગાવ્યું. જેમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

અત્યરસુધી પડેલા વરસાદની નદી અને જળાશયોની સ્થિતી જોઈએ તો, ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે

બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.

Post a Comment

Previous Post Next Post