તૈયારી કરવા લાગો! ONGCમાં પડી મોટા પાયે ભરતી, 66 હજાર સુધીનો પગાર, જાણો કેવી રીતે કરશો અરજી

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC), બોકારો કોન્ટ્રાક્ટના આધારે વર્ક-ઓવર રિગ્સમાં ઉત્પાદન અને ડ્રિલિંગ વિષયોમાં લાયકાત ધરાવતા લોકો માટે જુનિયર કન્સલ્ટન્ટ્સ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે કોન્ટ્રાકટ પર ભરતી નીકળી છે. મેડિકલ ફિટનેસને ધ્યાનમાં રાખીને નોકરીનો સમયગાળો 2 વર્ષનો રહેશે.


આવેદન કરનાર લોકોની ઉમર 4-08-22 સુધી 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રસ ધરાવતા લોકો આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે સાઈન કરીને અરજીની સ્કેન કરેલી નકલ ઈમેલ એડ્રેસ: kandulana_a@ongc.co.in પર મોકલી શકે છે. કુલ 8 જગ્યાઓ ઉપલભ્ધ છે. ચાલો જોઈએ ONGC ભરતી માટેની બધી વિગતો છે અને પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓની સંખ્યા:

1. એસોસિયેટ કન્સલ્ટન્ટ (Associate Consultant)- 04
અનુભવ: ONGC કર્મચારીઓ E4 અને E5 લેવલથી નિવૃત થયેલ અને વર્કઓવર/ડ્રિલિંગ કામગીરીમાં ઓછામાં ઓછા 10 વર્ષના અનુભવ ધરાવતા વ્યક્તિઓ..

2. જુનિયર કન્સલ્ટન્ટ (Junior Consultant)- 04
ONGC કર્મચારીઓ E1 થી E3 લેવલથી નિવૃત થયેલ અને વર્કઓવર/ડ્રિલિંગ કામગીરીમાં ઓછામાં ઓછા 10 વર્ષના અનુભવ ધરાવતા વ્યક્તિઓ..

ઉંમર - 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સેલેરી 
એસોસિયેટ કન્સલ્ટન્ટ (Associate Consultant): 66,000 રૂપિયા (સર્વિસ ટેક્સ સહિત) + 2000 રૂપિયા ઇન્વોઇસ સબમિટ કરવા સામે સંચાર સુવિધાઓ.

જુનિયર કન્સલ્ટન્ટ (Junior Consultant): 40,000 રૂપિયા (સર્વિસ ટેક્સ સહિત) +2000 રૂપિયા ઇન્વોઇસ સબમિટ કરવા સામે સંચાર સુવિધાઓ.

ONGC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી:
રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાતના પેજ 1માં આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે સાઈન કરેલ અરજીની સ્કેન કરેલી કોપીPDF ફોર્મેટ તરીકે આપેલ ઇમેઇલ સરનામાં પર મોકલવાની રહેશે: kandulana_a@ongc.co.in છે. 

વધુ માહિતી માટે અમન કંદુલાના ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર) ટેલિફોન નંબર- 942832910 પર સંપર્ક કરવાનો રહેશે.

Post a Comment

Previous Post Next Post