ચંપલ પહેરતાં સામાન્ય લોકો પણ હવાઈ જહાજમાં મુસાફરી કરી શકવા જોઈએઃPM મોદી

ચંપલ પહેરતાં સામાન્ય લોકો પણ હવાઈ જહાજમાં મુસાફરી કરી શકવા જોઈએઃPM મોદી

ચંપલ પહેરનારા સામાન્ય નાગરિકો પણ હવાઈ જહાજમાં મુસાફરી કરવા સક્ષમ હોવા જોઈએ, અને હું જોઈ રહ્યો છું કે આ શક્ય બની રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં શિવામોગા એરપોર્ટનું ઉદઘાટન કર્યા બાદ એક સંબોધનમાં જણાવ્યું હતું. ભારતીય એવિએશન માર્કેટની ઝડપી વૃદ્ધિ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં ભારતને હજારો વિમાનોની જરૂર પડશે અને એ દિવસો પણ દૂર નથી કે જ્યારે મેઈડ ઈન ઈન્ડિયા પેસેન્જર એરક્રાફ્ટ્સ બનતા થશે.
પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે 2014 અગાઉ યુપીએ સરકારના શાસનમાં એર ઈન્ડિયા હંમેશા નકારાત્મક કારણોસર ચર્ચામાં રહેતી હતી અને કાયમ તેને કૌભાંડો સાથે જોડી ખોટ કરતા કારોબાર તરીકે રજૂ કરવામાં આવતી હતી. જ્યારે વર્તમાન સમયમાં એર ઈન્ડિયા સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ તેણે વિમાન ખરીદીના વિશ્વના સૌથી મોટા સોદો કર્યો છે. 2014 પહેલાંની સરકારો માત્ર મોટા શહેરો તરફ જ ધ્યાન આપતી હતી. કોંગ્રેસે ક્યારેય નાના શહેરોને હવાઈ નકશામાં જોડવાનો પ્રયાસ નહોતો કર્યો. અમે આ સ્થિતિ બદલી છે. આઝાદીના 70 વર્ષ દરમિયાન 2014 સુધીમાં દેશમાં 74 એરપોર્ટ્સ હતાં, જ્યારે ભાજપ સરકારે છેલ્લાં નવ વર્ષમાં 74 નવા એરપોર્ટ્સ બનાવ્યાં છે. વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં કુલ રૂ. 3,600 કરોડના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા હતાં.

લોકો જાણે છે કે ખડગેનું રિમોટ કોની પાસે છેઃ મોદી

કર્ણાટકના બેલગાવીમાં એક જાહેરસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે ફક્ત નામના કોંગ્રેસ પ્રમુખ છે. સૌ કોઈ જાણે છે કે રિમોટ કંટ્રોલ કોની પાસે છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસના અધિવેશન દરમિયાન સોનિયા ગાંધી માટે છત્રીની વ્યવસ્થા હતી અને ખડગેને તડકામાં ઊભા રખાયા હતાં. કોંગ્રેસના એક વિશેષ પરિવારની આગળ કર્ણાટકના વધુ એક નેતાનું અપમાન કરાયુ છે. 50 વર્ષનો સંસદીય કાર્યકાળ ધરાવતા ખડગેનું હું ખૂબ સન્માન કરું છું. પરંતુ કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષને તડકામાં ઉભેલા જોઈ મને નિરાશા થઈ જ્યારે તેમની પાસે કોઈ અન્ય(સોનિયા ગાંધી) માટે છત્રીની વ્યવસ્થા હતી.
વડાપ્રધાને પીએમ કિસાન નીધિના 16,000 કરોડ જારી કર્યા

બેલાગાવીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રધાન મંત્રી કિસાન સમ્માન નીધિ( પીએમ કિસાન) યોજનાના 13માં હપ્તા માટે રૂ. 16,000 કરોડની રકમ જારી કરી હતી. આ રકમ દેશના 8 કરોડથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સરના માધ્યમથી ઉપલબ્ધ બનાવાશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 2.25 લાખ કરોડનું ભંડોળ વિતરીત કરાયું છે.

Post a Comment

Previous Post Next Post