વિધાનસભામાં શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું વિધેયક પસાર


ધોરણ 1થી 8 માટે ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો 

વિધાનસભામાં આજે મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરાયું છે. જેમાં શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે. તથા ધોરણ 1થી 8 માટે ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે. જે શાળાઓ ગુજરાતી ભાષા નથી ભણાવતી તેમને દંડ કરાશે. તેમજ શૈક્ષણિક વર્ષ 2023-24થી નવો કાયદો લાગુ થશે.
તુષાર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો 

તમામ બોર્ડની શાળાઓને બીલ અંતર્ગત આવરી લેવાશે. તથા ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે મુક્તિની બીલમાં જોગવાઇ છે. તેમજ વ્યાજબી કારણો સાથે લેખિત વિનંતી આધારે મુક્તિ અપાશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ગૃહમાં બીલ રજૂ કર્યું છે. જેમાં 'વાત મારી સમજાતી નથી એ કોઈ ગુજરાતી નથી ' કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના નિવેદન પર મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો પણ પાટલી થપથપાવી છે. ગુજરાતમાં ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 મામલે બીલ પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો છે.

Post a Comment

Previous Post Next Post