નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, પ્રત્યાર્પણ સામેની છેલ્લી અરજી બ્રિટને ફગાવી


ભાગેડૂ નીરવ મોદીને બ્રિટનની સુપ્રીમ કોર્ટની સામે પ્રત્યાર્પણ વિરુદ્ધ પોતાની અપીલની છેલ્લી તક પણ ગુમાવી દીધી છે. હવે તેની પાસે બ્રિટનમાં કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી. પાછલા સપ્તાહે ભારતીય અધિકારીઓએ બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીના પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અપીલની મંજૂરી આપવાની વિનંતી કરનારતેની અરજી પર જવાબ આપ્યો હતો.

બ્રિટનની કોર્ટમાં ભારત સરકાર તરફથી કાયદાકીય લડત લડી રહેલ ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસ (સીપીએસ) એ 51 વર્ષીય નીરવ મોદીની અપીલ વિરુદ્ધ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. નીરવ મોદી 2018માં પંજાબ નેશનલ બેન્કમાં 12 હજાર કરોડથી વધુના કૌભાંડનો આરોપી છે. નીરવ મોદી ભારત છોડીને ભાગી ગયો હતો અને તે લંડનમાં છે. 

આરોપીએ દલીલ કરી છે કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, યુકેની સુપ્રીમ કોર્ટમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપી નીરવ મોદીની અપીલ ફગાવી દેવામાં આવી હતી. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.

પાછલા મહિને, નીરવ મોદીએ યુકેની સુપ્રીમ કોર્ટમાં ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી માટે યુકે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. માનસિક સ્વાસ્થ્યના આધારે પ્રત્યાર્પણ સામે 51 વર્ષીય હીરાના વેપારીની અપીલ નકારી કાઢવામાં આવ્યા બાદ આ અરજી આવી હતી. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો પર્દાફાશ થતાં નીરવ મોદી ભારતથી ભાગી ગયો હતો.

નીરવ મોદી 12 હજાર કરોડથી વધુ રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. ભારતીય અધિકારી છેતરપિંડી, મની લોન્ડ્રિંગ પૂરાવા નષ્ટ કરવા અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો સામનો કરવા માટે નીરવ મોદીને બ્રિટનથી પ્રત્યાર્પિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

Post a Comment

Previous Post Next Post