રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એન. રઘુરામ રાજન કોંગ્રસમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે. રઘુરામ રાજન રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાતાં આ અટકળો ચાલી રહી છે. રાહુલ ગાંધીએ રઘુરામ રાજન સાથે ચાલતા ચાલતાં લાંબી ચર્ચા કરી હતી. બ્રેક વખતે પણ બંને સતત વાત કરીને ચાલી રહ્યા હતા. રાહુલ અને રાજન વચ્ચે અડધા કલાકથી વધારે સમય વાતચીત થઈ અને એ પછી બંનેએ એક ડોક્યુમેન્ટ્રી માટે ઈન્ટરવ્યૂ પણ આપ્યો હતો
રઘુરામ રાજનની ગણના મોદી સરકારની આર્થિક નીતિઓના ટીકાકાર તરીકે થાય છે. આર્થિક મુદ્દે સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતા રાજનને કોંગ્રેસ તમિલનાડુમાંથી રાજ્યસભામાં મોકલે એવી શક્યતા છે. ડો. મનમોહનસિંહ પછી કોંગ્રેસ પાસે આર્થિક મુદ્દે નક્કર નીતિ ઘડી શકે એવા કોઈ નેતા નથી તેથી કોંગ્રેસને રાજનને આવકારવામાં રસ છે.
રઘુરામ રાજનને યુપીએના બીજા કાર્યકાળ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. વૈશ્વિક કારમી મંદી પછી દેશના અર્થતંત્રને બેઠું કરવામાં રાજને મોટું યોગદાન આપ્યું હતું.
Tags
Ahmedabad