ખોડલધામ 'નરેશ'નું સૂચક નિવેદન:'મનોજ સોરઠીયા પર થયેલો હુમલો નિંદનીય, ટૂંક સમયમાં મહાસભાની જાહેરાત કરીશ'


રાજકોટમાં આજે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કાલાવડ રોડ પર રેજન્સી લગૂન રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જે બાદ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સભા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે સભા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, મનોજ સોરઠીયા પર થયેલો હુમલો નીંદનીય છે. આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. મારા મતે યોગ્ય રાજનીતિ થવી જોઈએ.

હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના નાના મોટા સમાજ સૌ કોઈ ટિકિટની દાવેદારી કરવા લાગ્યા છે. 2 દિવસ પહેલા જ સૌરાષ્ટ્રની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ આગામી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર સમાજ માટે 50 ટિકિટની માગ કરી છે. આ મુદ્દે નરેશ પટેલે જણાવ્યું હતું કે, એ જેરામભાઈનું અંગત નિવેદન છે.ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.

કેસ પાછા ખેંચવા વાટાઘાટો ચાલે છે
હાલ પાટીદાર સમાજના લોકોના કેસ પાછા ખેંચવામાં અમને સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેના પ્રત્યુતર સ્વરૂપે નરેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘણા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે અને આગળ પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે. થોડા સમય પૂર્વે ખોડલધામની મહાસભા યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે રદ્દ થયા બાદ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ મુદ્દે નરેશ પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજાશે જેમાં મહાસભાની જાહેરાત હું જ કરીશ.'


Post a Comment

Previous Post Next Post