ખેડૂતોની જમીનમાં ઉભા કરવામાં આવતા વીજ પોલને લઈને હાઈકોર્ટે આપ્યો મોટો ચૂકાદો, જાણો વળતર અંગે શું કહ્યું

02/09/2022

જમીનધારકો અને ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજ થાંભલાઓના મુદ્દે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. વીજ થાંભલાઓ નાખવાના કારણે પાક કે ઝાડને થયેલા નુકસાનનું જ વળતર ચૂકવવાનું રહે તેવું નથી હોતું.કોર્ટે કહ્યું કે, વીજ થાંભલાઓના કારણે જમીનની કિંમત તેમજ પાકની ઉપયોગીતા સહિત જે પણ નુકસાન થયું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર ચૂકવવા માટે વીજ કંપની જવાબદાર છે.

ટેલિગ્રાફ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના બદલે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ વળતર ચુકવણી થાય તેવી મૂળ અરજદારોની રજૂઆત હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અરજદારોની રજૂઆત સામે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી પૂરતું વળતર નહીં ચૂકવીને લોકોને તેમના હકથી વંચિત રાખી શકાય નહીં. પૂરેપૂરું નુકસાન વળતર મેળવવા માટે દીવાની અદાલતમાં દાવો કરવાની જમીન માલિકોને સત્તા રહેશે તેવું હાઇકોર્ટે ઠેરવ્યું છે.

Post a Comment

Previous Post Next Post