શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનું નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં રવિવારે બપોરે 3.30 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા. તેઓ 99 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. હાલમાં જ 2 સપ્ટેમ્બરે તેમને પોતાનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ દ્વારકાના શારદા પીઠ અને જ્યોર્તિમઠ બદ્રીનાથના શંકરાચાર્ય હતા. શંકરાચાર્યએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. આઝાદીના આંદોલનમાં પણ તેમને ભાગ લીધો હતો.
Tags
Devbhumi Dwarka