અદાણી એન્ટરપ્રાઈઝ ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ટોલ રોડ ખરીદશે. આજે ગુરુવારે અદાણી એન્ટરપ્રાઈઝ અને મૈકક્વેરી વચ્ચે મોટી ડીલ ડન થઈ ગઈ છે. આ સોદો 3,110 કરોડમાં થયો છે. મહત્વનું છે કે અદાણી એન્ટરપ્રાઈઝ GRICL અને STPLનું અધિગ્રહણ કરશે જેથી થકી ગુજરાતમાં ટોલ રોડ ખરીદશે . અદાણી GRICLમાં 56.8 ટકા ભાગીદારી ખરીદશે તેમજ સ્વર્ણ ટોલવેમાં 100 ટકા હિસ્સેદારી ખરીદશે. GRICL પાસે ગુજરાતમાં 2 ટોલ રોડ છે જેમાં અમદાવાદથી મહેસાણા સુધીનો 51.6 કિમી રોડ GRICL પાસે છે. વડોદરાથી હાલોલ સુધીનો 31.7 કિમી લાંબો રોડ GRICL પાસે છે
રૂ.3,110 કરોડમાં થયો સોદો
સયુક્ત રીતે ગુરુવારે પ્રદર્શિત કરાયેલા એક નિવેદનમાં, જૂથે કહ્યું કે 972 કિમીના આ પોર્ટફોલિયોમાં ઘણો લાંબો કન્સેશન પિરિયડ છે. તેમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના વ્યૂહાત્મક રીતે સ્થિત મહત્વપૂર્ણ ટ્રાફિક કોરિડોરનો સમાવેશ થાય છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની પેટાકંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ (ARTL), દેશમાં રોડ અને હાઇવે પ્રોજેક્ટ્સના વિકાસ, બાંધકામ, સંચાલન અને સંચાલનમાં સામેલ છે. કંપનીએ ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL) અને સ્વર્ણ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ (STPL) સાથે નિશ્ચિત કરાર કર્યા છે. મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ બે કંપનીઓમાં અનુક્રમે 56.8 ટકા અને 100 ટકા હિસ્સો ધરાવે છે. "ARTL...GRICLમાં 56.8 ટકા હિસ્સો અને STPLમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરશે," જૂથે જણાવ્યું હતું. આ કરાર સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાની ધારણા છે અને તેને નિયામકોની મંજૂરી મળવાની બાકી છે.
અદાણી અને જેફ બેઝોસની નેટવર્થમાં માત્ર $34 બિલિયનનો જ તફાવત
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટોપ-10 અમીરોની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર આ ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ જે ગતિએ વધી રહી છે તે જોતાં તે ટૂંક સમયમાં ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની જાય તેવી શક્યતાને દેશ નકારી શકતું નથી. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા જોઈએ તો ગૌતમ અદાણી જે ઝડપે આગળ વધી રહ્યા છે તે ચાલુ છે, તો ટૂંક સમયમાં તે ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ત્રીજા નંબર પર આવી જશે. સૌથી વધારે સંપત્તિ મામલે અદાણી ગમે ત્યારે જેફ બેજોસથી પણ આગળ નીકળી શકે છે. અહેવાલો મુજબ બંને વચ્ચે સંપત્તિનું અંતર સતત ઘટી રહ્યું છે. સમાચાર લખવાના સમયે ગૌતમ અદાણીની નેટવર્થ $1.2 બિલિયન વધીને $131.1 બિલિયન થઈ ગઈ છે અને તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
કોણ છે જેફ બેઝોસ ?
જેફ બેઝોસ જે એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, તેમની સંપત્તિમાં 2022 માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ પહેલા ઈલોન મસ્ક તેમની પાસેથી સૌથી અમીરનો તાજ છીનવી લીધો હતો અને બેઝોસ બીજા ક્રમે આવી ગયા હતા. આ સાથે હવે ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ તેના કરતા બીજા નંબર પર છે. જેફ બેઝોસની નેટવર્થની વાત કરીએ તો તેઓ 165.1 બિલિયન ડોલર સાથે યાદીમાં ત્રીજા નંબરે છે.ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્ષ 2022માં વિશ્વના તમામ ટોચના અમીરોમાં સૌથી વધુ કમાણી કરનાર છે. આ સાથે તેઓ ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. અદાણી અને જેફ બેઝોસની સંપત્તિમાં તફાવતની વાત કરીએ તો હવે તેમની નેટવર્થમાં માત્ર $34 બિલિયનનો જ તફાવત છે.
ટોપ-10ની યાદીમાં મોટો ફેરફાર ?
ગુરુવારે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ થઈ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ હવે પાંચમા અમીર નથી, પરંતુ તેઓ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ $107 બિલિયન છે. જ્યારે લેરી એલિસન $107.6 બિલિયન સાથે પાંચમા સ્થાને છે. ટોપ-10 અમીરોની યાદીમાં એવા બે નામ છે જેમની સંપત્તિ 100 અબજ ડોલરથી ઓછી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. અંબાણીની નેટવર્થ $184 મિલિયન ઘટીને $94.7 બિલિયન થઈ છે. આ આંકડા સાથે તે 10મા નંબર પર હાજર છે. જ્યારે 9મા અમીર સર્ગેઈ બ્રિનની સંપત્તિ $97.6 બિલિયન છે.
Tags
Business