ભૂપેન્દ્રપટેલના સરકારના મંત્રીમંડળે ચાર્જ સંભાળ્યા બાદ પોતા-પોતાના વિભાગની કામગીરી શરૂ કરી દીધી છે આ વખતે મંત્રીમંડળને લઇ ઘણો સસ્પેન્શ જોવા મળ્યુ છે જેમાં ગત વખતની સરખામણીએ નાનો મંત્રીમંડળ બનાવામાં આવ્યુ છે જોકે વિધાનસભાના અધ્યક્ષ પદ કોને મળશે તેને લઇ ઘણી અટકળો ચાલી રહી હતી જેમાં શંકર ચૌધરી , રમણ વોરા અને ગણપત વસાવાનું નામ ચાલી રહ્યો હતો જોકે આજે શંકર ચૌધરીના નામ પર મહોર વાગી છે અને શંકરચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવામાં આવ્યા છે.વિધાનસભા અધ્યક્ષ તરીકેનું તાજ શંકર ચૌધરીને માથે અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને રિપીટ કરાયા
તેઓ ઉત્તરગુજરાતના થરાદ બેઠક પરથી ભાજપમાંથી જીત્યા છે અને ઉપાધ્યક્ષ તરીકે ફરી એકવાર શહેરાના ધારાસભ્ય જેઠાભરવાડને રીપિટ કરવામાં આવ્યા છે જોકે આગાઉ પણ તેઓ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે. આ વખતે ફરી એકવાર તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. 20 ડિસેમ્બરના વિધાનસભાનું શિયાળું સત્ર મળવા જઇ રહ્યુ છે તે પહેલા 19 ડિસેમ્બરે તેઓ વિધાનસભાના અધ્યક્ષ પદનું ચાર્જ સંભાળશે.
વિધાનસભાના અધ્યક્ષ બનવા માટે શું કરવુ પડે
વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાયેલી પાર્ટીના ધારાસભ્યનમાંથી બનાવામાં આવે છે. સૌ પ્રથમ બહુમતી ધરાવનાર પાર્ટીના તમામ ધારાસભ્યોને સર્વાનુમતે ચર્ચા વિચારણા કરી નામ નક્કી કરવામાં આવે છે અને કોઇ પણ વિધાનસભાના અધ્યક્ષ બને તો તેને સૌ પ્રથમ પાર્ટીમાંથી રાજીનામું આપવુ પડે છે અને તટસ્થ રહી ગૃહમાં કાર્યવાહી કરવાની હોય છે વિધાનસભાના અધ્યક્ષ એ ગૃહનું રાજા કહેવાય છે તેના પ્રમાણે ગૃહ ચાલતું હોય છે.
Tags
Gandhinagar